ખેડા જીલ્લાનો કોઈ પણ નાગરિક તેને લગતી સરકારી યોજનાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું બધા અધિકારીઓની જવાબદારી છે :- કલેક્ટર

ખેડા,ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામે કે.બી.પરીખ વિદ્યા મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી સ્ટોલની કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. કે.બી.પરીખ વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓએ તિલક લગાવી કલેક્ટરનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

કલેક્ટર કે.એલ.બચાણીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓ સાથે કલેક્ટરએ સંવાદ સાધી ઉપસ્થિત તમામને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. તેમજ સરકારી યોજનાઓના લાભ અંગે તેઓને પડતી હાલાકી અંગે માહિતી મેળવી હતી.

વધુમાં કલેક્ટર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ખેતીવાડી શાખા દ્વારા કાર્યરત સ્ટોલમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા કરી હતી. આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 948 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને 140 જેટલા આયુષમાન કાર્ડની વહેચણી કરવામાં આવી હતી.

આ સમીક્ષામાં મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિહ બારૈયા સહિત સિહુંજ ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.