દાહોદ, દે.બારીયા નગર પાલિકાનો વહિવટ જયારથી ચીફ ઓફિસર અને વહિવટદારોના હસ્તક થયો. ત્યારબાદ થી કોઈપણ વોર્ડમાં વિકાસના કાર્યો થયા નથી. પહેલાની બોડીએ જે કાર્યો અધકચરા કરી ગયા તે કાર્યો હાલમાં પણ અધુરા છે. તેમજ જુદા જુદા વિસ્તારોમાં કચરાના ઢગના ઢગ જોવા મળી રહ્યા છે. જ્યારે વરસાદી અને ગંદા પાણી, કાંસોની સાફ સફાઈ પહેલા ખાલી બીલો બની ગયા અને હાલમાં પણ સ્વચ્છતાના દુરદુર સુધી દેખવા મળતી નથી. સ્વચ્છ ભારત મિશશન અંતર્ગત લાખ્ખોની ગ્રાન્ટ વાપરવામાં આવે છે. ખાલી કાગળો ઉપર જેથી દે.બારીયા શહેરની આવી અવદશા કરી નાખી છે. ઉપરોકત તસ્વીર ભે ફળીયામાં આવેલી વરસાદી તેમજ ગંદા પાણીના કાંંસ અને સબ જેલ પાસેના ગરનાળા તેમજ તાહેર ઉકરડાની બેદરકારી અંગેની બોલતી તસ્વીર છે.