કાલોલ તાલુકાના મધવાસ મુક્ધદ લી.કંપની બિનખેતી જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી મકાન બનાવી ખેતી કરતાં લેન્ડ ગ્રેબીંંગની ફરિયાદ નોંધાઈ

કાલોલ, કાલોલ તાલુકાના મધવાસ ગામે મુક્ધદ લીમીટેડ કંપનીની માલિકીની સર્વે નં.846 વાળી જમીનમાં ગેરકાયદેસર આધાર પુરાવા વગર બાંધકામ કરી મકાન બનાવી તેમજ બિનખેતીવાળી જમીનમાં ખેતી કરી જમીન કબ્જે કરી લેતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે લેન્ડ એન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલ મુક્ધદ લીમીટેડ કંપનીની સર્વે નં.846વાળી હે. આરે..45.85 ચો.મી. બિનખેતીવાળી જમીન હોય આ જમીનમાં આરોપી મકવાણા રમેશભાઇ ઉર્ફે રમેશભાઇ ચતુરભાઇ સેનવાએ આ જમીનમાં કોઇપણ જાતના આધાર પુરાવા વગર બાંધકામ કરી પાકુંં પતરાવાળું મકાન બનાવી તેમજ બિનખેતી જમીનમાં ખેતી કરી રહેતા હોય આ જમીનનો કબ્જો ખાલી કરવા જણાવવા છતાં આરોપી જમીન ઉ5રનો કબ્જો ખાલી નહિ કરી જમીનનો કબ્જો ભોગવટો કરેલ હોય આ બાબતે કાલોલ પોલીસ મથક આરોપી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી.