કાલોલ અંબિકા હાઉસિંગ સોસાયટીના એક દુકાનદાર સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ

કાલોલ, કાલોલની અંબિકા હાઉસિંગ સોસાયટીના મંત્રી પુષ્પકુમાર શશીકાંત શાહે કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે,સોસાયટીના પ્લોટ નં.-36ની બાજુમાં આવેલ કોમન પ્લોટ તરીકે ઓળખાય છે. આ જગ્યા ઉપર આજથી આશરે 30 થી 35 વર્ષ અગાઉ કાલોલની લકુલીશ સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર ફુલાભાઈ દરજીએ દુકાન બનાવીને દરજી કામ કરતા હોય એ જમીન અંગે સોસાયટીના બદલાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી દ્વારા ગત વર્ષે દુકાનદારને જણાવેલ કે, તમે આ દુકાન જે જમીન ઉપર બનાવેલ છે તે જમીન સોસાયટીનો કોમન પ્લોટ હોવાથી તમારી પાસે જમીનનો કોઈ દસ્તાવેજ હોય તો બતાવો અથવા તમે જમીનનો કબ્જો ખાલી કરો, આથી દુકાનદારે દુકાનની આકારણી બચાવી હતી. જે આકારણી બાબતે પાલિકાએ તા.28 એિ5્રલ 2023ના રોજ પત્ર પાઠવીને અંબિકા સોસાયટીના કોમન પ્લોટમાં બનાવેલ દુકાનના કબ્જેદાર રમેશચંદ્રની માલિકી અંગેનો કોઈ પુરાવો ન હોય તેમની આકારણી જરૂરી કાર્યવાહી રદ્દ કરાશે તેવુ જણાવ્યુ હતુે. તદ્ઉપરાંત સોસાયટીના કોમન પ્લોટની બાજુની જમીન 36/એ અને 36/બી ના પ્લોટના મુળ માલિકોની સાથે રમેશચંદ્રના પિતા ફુલાભાઈના નામની ભેળસેળનો પણ પર્દાફાશ થયો હતી. જેથી કોમન પ્લોટની જમીનમાં પુરાવા વગર દુકાન બનાવી વેપાર કરતા હોય અને ખાલી કરવા કહેતા સોસાયટીના પ્રમુખ અને મંત્રીને ગાળો બોલી ધમકી આપી હતી. આથી સોસાયટીના પ્રમુખ મંત્રીએ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ તા.27 એપ્રિલ 2023ના રોજ કલેકટરને કરેલી ઓનલાઈન અરજીની સુનાવણીના આધારે ગુજરાતના લેન્ડગ્રેબિંગ નિયમ હેઠળ ગેરકાયદે કબ્જો ધરાવતા દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરાતા તાજેતરમાં સોસાયટીના મંત્રીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગેરકાયદે કબ્જો ધરાવતા દુકાનદાર રમેશચંદ્ર વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત ધારાઓ હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.