પાવાગઢ-ચાંપાનેર ફેસ્ટિવલ દરમિયાન ગામના મુખ્ય રસ્તા બેરિકેટ મુકી બંધ કરાતા ગ્રામજનો અટવાયા

હાલોલ, હાલોલ તાલુકાના પાવાગઢ યુનોસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ ખાતે આયોજિત ચાંપાનેર ફેસ્ટિવલ દરમિયાન કિલ્લાની અંદર આવેલી શહેર કી મસ્જિદ ખાતે ઓસ્માન મીરના કાર્યક્રમ દરમિયાન ગામમાં જવાના રસ્તા બેરીકેડિંગ કરી રસ્તો બંધ કરતા મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને ગ્રામજનો અટવાયા હતા. આ પ્રકારે ગામમાં પ્રવેશવાનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોમાં આયોજકો સામે રોષ જોવા મળ્યો હતો.

પાવાગઢ વર્લ્ડ હેરીટેજ સાઈટ ખાતે ક્રાફટ ઓફ આર્ટ દ્વારા ચાંપાનેર ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વર્લ્ડ હેરીટેજ સાઈટના અલગ અલગ મોમેન્ટ પર કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. આ સમગ્ર કાર્યક્રમ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા તેમજ ગુજરાત ટુરીઝમના સહયોગથી કર્યુ હોવાનુ જાણવા મળે છે. પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઈભકતો માતાજીના દર્શને આવે છે. જેમા તળેટી ખાતે રોકાણ માટે તમામ ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ તળેટીની અંદર આવેલી છે. આ યાત્રાળુ પાવાગઢ અંદર પ્રવેશવા તેના મુખ્ય દ્વારે પહોંચ્યા ત્યારે બેરીકેટ કરી ખાનગી સિકયોરિટીના બાઉન્સરો ઉભા કરી રસ્તો બંધ કરતા લોકો અટવાયા હતા. આ ત્રણ કલાક દરમિયાન લોકો પરેશાન થઈ ગયા હતા. સ્થાનિક લોકો પણ પોતાના ધરે જતાં વાહનો પ્રવેશદ્વારની બહાર અટકાવ્યા હતા. જેનાથી સ્થાનિકોમાં આયોજકો સામે ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્યક્રમ આર્યોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના પાવાગઢ ખાતે અલગ અલગ મોન્યુમેન્ન્ટ પર આયોજન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોન્યુમેન્ટ પર ખાનગી સિકયોરિટી દ્વારા રજીસ્ટ્રેશન વિના લોકોને મોન્યુમેન્ટમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ અંગે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના પાવાગઢના સંરક્ષકને ફોન દ્વારા પુછતા જણાવ્યુ હતુ કે,ખાનગી સિકયુરિટી દ્વારા અમારા પરિવારને પણ અટકાવ્યા હતા. જેથી અમારે પણ માથાકુટો થઈ હતી. જોકે ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને અને અમારે મોન્યુમેન્ટ પર ખાનગી સિકયુરિટી ન ગોઠવે તે અંગે અમે ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરી આવનાર સમયમાં આ અંગે સુધારો કરીશુ તેમ જણાવ્યુ હતુ. ઐતિહાસિક મોન્યુમેન્ટ ખાતે મોટા પ્રમાણમાં ઘ્વનિ પ્રદુષણ અંગે મોન્યુમેન્ટને કોઈપણ પ્રકારે નુકસાન થઈ શકે છે કે કેમ તેમ પુછતા જણાવ્યુ કુ આ એક રિસર્ચ વિષય છે. જે અંગે અમે ભવિષ્યમાં વિચારીશુ તેમ જણાવ્યુ હતુ.