ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા

સાબરકાંઠા, સાબરકાંઠાના વક્તાપુર ગામમાં સામે આવી એક એવી ઘટના સામે આવી કે જે સાંભળી લોકોના હ્દય કાંપી ઉઠ્યા છે જી હા ઘર કંકાસમાં જ સગા પુત્રએ પિતાને કોદાળીના ઘા જીંકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે . ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને પુત્રો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર ગામમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પિતાની પોતાની બે દીકરાઓએ હત્યા કરી દીધી છે. ખરેખરમાં વાત એમ છે કે, વક્તાપુરમાં ઘરમાં દારુ પીને બે દીકરાના પિતા બબાલ અને ધમાલ મચાવી રહ્યાં હતા, જોકે, આ ઝઘડો લાંબો ચાલતા પિતા ગામમાં ભાગી ગયા હતા, બાદમાં બન્ને દીકરાઓએ પોતાના પિતાને ગામમાંથી પકડી લાવીને ઘરમાં માર મારવાનું શરૂ કર્યુ હતુ.

બન્નેએ પોતાના પિતાને લાકડીઓ ફટકારી અને બાદમાં માથાના ભાગે કોદાળીના ઘા ઝીંક્યા હતા. પિતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રો અર્જૂન અને મુકેશ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.