રાજસ્થાનમાં આંતરિક લડાઈ હારનું કારણ, પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોટા ફેરબદલનો નિર્ણય

જયપુર, કોંગ્રેસે રાજસ્થાન અને મિઝોરમમાં હારના પરિણામોની અલગ-અલગ સમીક્ષા કરી. બેઠકમાં પાર્ટીએ રાજસ્થાનમાં મળેલી હાર અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ રાજ્યમાં સંપૂર્ણ ફેરબદલ કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીની આંતરિક લડાઈને કારણે હાર પર કેન્દ્રીય નેતૃત્વએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

બેઠક બાદ પાર્ટી પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે, કોંગ્રેસની વોટ ટકાવારી ૩૦ છે, જે ભાજપના ૪૦ ટકાથી ઘણી ઓછી છે. આમ છતાં રાજસ્થાનમાં કોંગ્રેસનું પ્રદર્શન ત્રણેય રાજ્યોમાં સારું રહ્યું છે. કોંગ્રેસના ઘણા ઉમેદવારો બહુ ઓછા મતોથી હારી ગયા. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને કોંગ્રેસ લોક્સભાની તૈયારી શરૂ કરશે.

ગેહલોતે કહ્યું કે, ભાજપે ખોટું બોલીને ચૂંટણી જીતી છે. રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, પરિણામ આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે. હજુ સુધી ત્રણમાંથી એક પણ રાજ્યમાં તેમના મુખ્યમંત્રી નક્કી થયા નથી.