દાહોદ,દાહોદ જિલ્લામાં બે સ્થળોએ પોલીસની પ્રોહી રેડ દરમ્યાન પોલીસે કુલ રૂા.59,340ના પ્રોહી જથ્થા સાથે એક મોટરસાઈકલ કબજે કરી ચાર ઈસમને ઝડપી પાડ્યાંનું જ્યારે એક ઈસમ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના શારદા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.09મી ડિસેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીમાં આધારે શારદા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યારે દુરથી પોલીસને જોઈ મોટરસાઈકલ પર પરેશભાઈ પ્રેમાભાઈ ચરપોટ, વિનોદભાઈ પુંજાભાઈ ચરપોટ, દિનેશભાઈ તોફાનભાઈ ગરાસીયા અને પિંકેશભાઈ ઉર્ફે પિંકો સબુરભાઈ માવી (તમામ રહે. શારદા, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાઓ પોલીસને ચકમો આપી મોટરસાઈકલ સ્થળ મુકી અંધારાનો લાભ લઈ રોડની બાજુમાં આવેલ ઝાંડી ઝાંખરાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.240 કિંમત રૂા.28,320નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોબીનો બીજો બનાવ દાહોદ તાલુકાના વરમખેડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.09મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે વરમ ખેડા ગામે પટેલ ફળિયામાં રહેતાં નરેશભાઈ રમણભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી પોલીસે નરેશભાઈને ઝડપી પાડી તેના રહેણાંક મકાનની તલાસી લેતાં મકાનમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.282 કિંમત રૂા.31,02નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.