દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે એક મોટરસાઈકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.08 ડિસેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે પીપળી ફળિયામાં રહેતાં રાજેશકુમાર ચોખાભાઈ ડાંગી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ઝાલોદ તાલુકાના પેથાપુર ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને મોટરસાઈકલ ચાલક રાજેશકુમાર મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આ સંબંધે જાફરપુરા ગામે પીપળી ફળિયામાં રહેતાં મુકેશભાઈ ચોખાભાઈ ડાંગીએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.