ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે હાઈવે રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

દાહોદ, દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે હાઈવે રોડ પર ટ્રક અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર બે જણા પૈકી એકનું સ્થળ પર જ મોત નિપજ્યાનું તેમજ એકને ઓછી વત્તી ઈજાઓ થતાં તેને સારવાર માટે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક ટ્રક ડ્રાયવર તેના કબજાની રાજસ્થાનના પાસીંગની અશોક લે લેન્ડ ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે ંહકારી લઈ આવી ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે હાઈવે રોડ પર ઝાલોદ તાલુકાના લીલલા ઠાકોર ગામના મંદીર ફળિયાના જસવંતભાઈ ગલુભાઈ ભાભોરની પલ્સર મોટર સાયકલને જોશભેર ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક જશવંતભાઈ ગલુભાઈ ભાભોરને જમણા પગે ઢીચણના ભાગે ઈજા થવા પામી હતી. તથા મોટર સાયકલ પર પાછળ બેઠેલ લીલવા ઠાકોર ગામના નકુલભાઈ દલસીંગભાઈ ડામોરને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકનો ચાલક તેના કબજાની અશોક લે લેન્ડ ટ્રક સ્થળ પર મૂકી નાસી ગયો હતો. આ સંબંધે લીલવા ઠાકોર ગામના મંદીર ફળિયામાં રહેતા ઈજાગ્રસ્ત જસવંતભાઈ ગલુભાઈ ભાબોરે નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલિસે અશોક લે લેન્ડ ટ્રકના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.