દાહોદ-છોટાઉદેપુર નકલી કચેરી કૌંભાંડ

દાહોદ, દાહોદ જિલ્લામાં છોટાઉદેપુર નકલી કચેરી કૌંભાંડ આવ્યાં બાદ એકપછી એક આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં હતાં જેમાં થોડા દિવસો પહેલા અબુ બકરનો ભાઈ અને ભાણેજની અટકાયત કરતાં તેઓના રિમાન્ડ પુરા થતાં અબુ બકરના ભાઈના વધુ 03 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યાં છે જ્યારે તેના ભાણેજને દાહોદની ડ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડનો રેલો દાહોદ જિલ્લા સુધી પહોંચતાં દાહોદ જિલ્લામાંથી સંદીપ રાજપુત તથા તેના મળતીયાઓ દ્વારા અંદાજે 18 કરોડના સરકારી નાણાંનો દુરઉપયોગ કરી કરોડોનું કૌંભાંડ આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં દાહોદ પ્રાયોજના કચેરીના પુર્વ નિયામક બી.ડી. નિનામા, અંકીત સુથાર, દાહોદ જિલ્લા પંચાયત કચેરીના કાર્યપાલક ઈજનેર ઈશ્ર્વર કોલચા અને ત્યાર બાદ થોડા દિવસો પહેલા અબુ બકરના ભાઈ એઝાઝ સૈયદ અને તેનો ભાણેજ ર્ડા. સૈફ અલી સૈયદને દાહોદ પોલીસે નડીયાદ ખાતેથી ઝડપી પાડ્યાં હતાં. આ બંન્નેના આજરોજ રિમાન્ડ પુરા થતાં બંન્નેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં જેમાં એઝાઝ સૈયદના વધુ 03 દિવસના રિમાન્ડ પોલીસે મેળળ્યાં હતાં ત્યારે ર્ડા.સૈફી અલી સૈયદને દાહોદની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં આવનાર દિવસોમાં અનેક ચહેરાઓની પોલીસ ધરપકડ કરે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ નકલી કચેરી કૌંભાંડ આવનાર દિવસોમાં દાહોદ જિલ્લામાં પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચશે ? બીજા અન્ય આરોપીઓ આ કૌંભાંડમાં સામેલ હશે ? વિગેરે જેવા અનેક સવાલો જિલ્લાવાસીઓમાં ઉદ્ભવવા પામ્યાં છે.