મુખ્ય સુરક્ષા અધિકારી દ્વારા ગોધરા વિભાગના બસ સ્ટેશનોની મુલાકાત લેવામાં લેવામાં આવી

સંતરામપુર, તા.02/12/2023ના રોજથી એસ.ટી.નિગમ દ્વારા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા “કેમ્પેઈન નો શુભારંભ કરવામાં આવેલ છે. સદર કેમ્પેઈન અંતર્ગત ગોધરા વિભાગના તમામ બસ સ્ટેશનો ખાતે બસો અને બસ સ્ટેશનોની સફાઈની કામગીરી યોગ્ય રીતે નિયમિત રીતે કરવામાં આવી રહેલ છે. વિભાગની તમામ બસોમાં કચરાપેટી મૂકી તેનો ઉપયોગ કરી બસોને સ્વચ્છ રાખવા મુસાફરોને ફરજ પરના કંડકટર દ્વારા અપીલ કરી બસ સ્ટેશન અને બસોને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા જણાવવામાં આવી રહેલ છે. સદર બાબતનું યોગ્ય મોનીટરીંગ અને ચકાસણી ડેપો કક્ષાએથી,વિભાગીય કક્ષાએથી અને મધ્યસ્થ કચેરી અમદાવાદથી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે મધ્યસ્થ કચેરી ખાતેથી માન.મુખ્ય સુરક્ષા અધિકારીશ્રી ગઢવી સાહેબ દ્વારા ગોધરા વિભાગના લુણાવાડા, સંતરામપુર, મોરવા (હ) તથા શહેરા બસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલ હતી. તેઓ સાથે વિભાગીય નિયામકશ્રી ડીંડોડ સાહેબ,બાંધકામ ઇજનેરશ્રી શ્ર્વેતાબેન તથા સંલગ્ન ડેપો મેનેજર સાથે આ બસ સ્ટેશનોની સ્વચ્છતાની ચકાસણી કરેલ અને બસોમાં મુસાફરી કરી રહેલ મુસાફરોને મળીને બસોને અને બસ સ્ટેશનોને સ્વચ્છ રાખવા માટે જરૂરી સમજ આપવામાં આવેલ.”શુભ યાત્રા સ્વચ્છ યાત્રા “કેમ્પેઈન અંતર્ગત વભાગના સંતરામપુર અને લુણાવાડા બસ સ્ટેશન ખાતે ભવાઈ (નાટક)ના માધ્યમથી મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા પામે પણ ઉત્તમ પ્રયાસ કરવામાં આવેલ. જેને મુસાફરોનો પણ સુંદર પ્રતિસાદ મળવા પામેલ.