ગોધરાના છબનપુર ગામે ખેતરમાં ઢોરો ચરાવવા મામલે બે ઈસમોએ ખેતરના સિક્યુરિટી ગાર્ડ ને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

ગોધરા,ગોધરા શહેર નજીક આવેલા છબનપુર ગામે ખેતરમાં ઢોરો ચરાવવા મામલે ગામના બે ઈસમોએ ખેતરના સિક્યુરિટી ગાર્ડ ને બીભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી.આ મામલે ગોધરા શહેર પોલીસ મથકે ગુન્હો નોંધાયો.

ગોધરા શહેર નજીક આવેલા છબનપુર ગામે ખેતરમાં (ફાર્મ)માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સરજનસિંહ ચૌહાણ દ્વારા ગોધરા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે છબનપુર ગામે તેઓ માલદીપ સિંહ રાઉલજીના ખેતરમાં સિક્યુરિટી તરીકે હાજરમાં હતા. તે સમય દરમિયાન ગામના હેમુ રાયખાભાઈ ગઢવી અને ગોપાલ નાનાભાઈ ગઢવી ખેતર(ફાર્મ)નો ગેટ ખોલી અંદર ગાયો ભેંસો સાથે પ્રવેશ કરતા ફરિયાદી સિક્યુરિટી એ તેઓને કહ્યું હતું કે તમે કેમ વારંવાર અહીંયા ઢોરો લઈને આવો છો. તેમ કહેતા આરોપી ગોપાલ ગઢવીએ તેના હાથમાં રહેલી લાકડી લઈ દોડી આવી ફરિયાદી ને તુ કેમ અમને અમારા ઢોરો ચરાવતા રોકે છે.તેમ કહી ઉશ્કેરાઈ જઈ બીભત્સ શબ્દો બોલ્યા હતા.જ્યારે હેમુ ગઢવીએ પણ ફરિયાદીને બીભત્સ શબ્દો બોલ્યા હતા.અને બને આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો હતો. ત્યારે પોલીસે બને આરોપીઓ સામે ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.