કાલોલની પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના જુનિયર પ્રોબેશન ક્લાર્ક દ્વારા રૂ.62 હજારની રકમ કોઈપણ આધાર પુરાવા વગર ઉપાડી લઇ ગ્રાહકો તેમજ બેંક સાથે ઠગાઈ

ગોધરા, કાલોલ તાલુકાના અડાદરા ગામ ખાતે આવેલી ધી પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકમાં જે તે વખતના પોતાની ફરજનાં સમયગાળા દરમિયાનનાં જુનિયર પ્રોબેશન ક્લાર્ક દ્વારા બેંકની અન્ય શાખાના એકાઉન્ટ હોલ્ડરનાં એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં રૂ.62 હજાર ની રોકડ રકમ ઉપાડી લઇ બેંક તેમજ ગ્રાહકો સાથે છેતરપીંડી તેમજ વિશ્ર્વાસઘાત કરતા આ મામલે જુનિયર પ્રોબેશન ક્લાર્ક સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલોલ તાલુકાના અડાદરા ગામ ખાતે રહેતા મયુરભાઈ ઓઝા એ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કાલોલ તાલુકાના અડાદરા ગામ ખાતે આવેલી ધી પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકમાં આરોપી અનિલભાઈ બળવંતભાઈ બારીઆ તા.13.12.2022 થી 15.5.2023 સુધી અત્રેની બેંક ખાતે જુનિયર પ્રોબેશન ક્લાર્ક તરકે ફરજ બજાવતા હતા. જેઓએ પોતાની બેંકની ફરજ દરમિયાન પોતાના ખાતામાં બેંકની અન્ય શાખાનાં એકાઉન્ટ હોલ્ડરનાં એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટ માં રૂ.62,000 રોકડ રકમ કોઈપણ આધાર પુરાવા જેવા કે બેંકના વાઉચર કે ચેક વગર બેંકના ખાતા ધારકો ની જાણ બહાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.અનિલભાઈ બારીઆ બેંકના ગ્રાહકનું હિત જાળવવાની કાયદેસરની ફરજથી બંધાયેલા હોવા છતાં બેંકના ગ્રાહકો તેમજ બેંક સાથે ગુન્હાહિત વિશ્ર્વાસઘાત કરી રૂ.62 હજાર પોતાના એકાઉન્ટ માં જમાં કરી ગુન્હો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે આરોપી સામે ગુન્હાહિત વિશ્ર્વાસઘાત નો ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.