હાલોલના વડોદરા રોડ ઉપર એસ.ટી.બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે વડોદરા ખસેડાયા

હાલોલ, હાલોલ-વડોદરા રોડ ઉપર એસ.ટી.બસ અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષામાં બેઠેલ ત્રણ મુસાફરો પૈકી મહિલાને ઈજાઓ થતાં હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના વડોદરા રોડ ઉપર છેલ્લા લાંબા સમયથી નવો રોડ બનાવવાની કામગીરી મંથરગતિથી ચાલી રહી છે. જેને લઈ હાલોલ થી જયોતિ સર્કલ સુધી એક ટ્રેક ઉપર વાહનોની અવરજવર રહે છે. રોડની કામગીરી તેમાં પણ એક તરફનો ટ્રેક જે વાહનોની અવરજવર થાય છે. તે પણ ખખડધજ હાલતમાં હોવાની માર્ગ ઉપરથી પસાર થતાં વાહનો વચ્ચે નાના-મોટા અકસ્માતની ધટના કાયમી બનતી જવા પામી છે. આજરોજ બોડેલી થી નળત્રણા જતી એસ.ટી. બસને હાલોલ તરફ આવતી ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલ ત્રણ મુસાફરો પૈકી હડળીયા ગામના ગીતાબેન ભરતભાઇ પરમારને બસ અને ધસાઈ જતાં મહિલાને ઈજાઓ થતાં 108 દ્વારા સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મહિલા સાથે અકસ્માતની જાણ પરિવારજનોને થતાં રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવ્યા.