પંચમહાલ જીલ્લા મકાન અને માર્ગ વિભાગ પંચાયત ગોધરા ના સ્વર્ગસ્થ ના વારસ વિધવા પત્નીને રિવાઇઝ પેન્શન બાકીની ગ્રેજ્યુટી અને રજાઓ લાભો આપવા હાઈકોર્ટનો આદેશ

ગોધરા,પંચમહાલ જીલ્લાની ગોધરા ખાતેની કચેરીના તાબા હેઠળ ચાલતી શહેરા મકાન અને માર્ગ વિભાગ પંચાયતમાં તારીખ 21/3/77થી રોજમદાર તરીકે ફરજ બજાવતા કાળાભાઈ ગોરજીભાઈ બારીયા જેઓને તેઓને તેમની નોકરીના રસા દરમિયાન સરકારના તારીખ 17/10/88 ના પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા. જેઓને નિવૃત્તિના નિયમ અનુસાર તારીખ 30/6/2005 ના રોજ નોકરીના 26 વર્ષ પૂરા થતા 60 વર્ષે નિવૃત કરવામાં આવેલ નિવૃત્તિ સમયે તેઓને નિવૃત્તિને લગત રોજમદાર તરીકેની સળંગ નોકરી ઘણી જે લાભો આપવા જોઈએ તેની જગ્યાએ દસ વર્ષ કપાત કરી પેન્શન ચુકવણી કરેલ છે. તેમાં ગ્રેજ્યુટી અને રજાઓના પણ નાણાં ચૂકવવામાં આવેલ ન હતા. ગ્રેજ્યુટી બાકી નીકળતું 10 વર્ષનું પેન્શન રજાઓ મેળવવા અરજદારે યથાર્થ પ્રયત્ન કરવા છતાં લાભોથી વંચિત રહેલ તે અરસા દરમિયાન બાકી નીકળતા દસ વર્ષની પેન્શનની ઝંખનામાં તારીખ 18/4/2009 ના રોજ અકાળે તેમનું અવસાન થતા તેમના વારસ પત્ની કોકીલાબેન કાળાભાઈ બારીયાએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરી નિવૃત્તિના લાભો મેળવવા માટે ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસસીએ નંબર12199/21 દાખલ કરેલ તે કામે ફેડરેશન અને અરજદાર તરફે એડવોકેટ દિપક આર દવે હાજર રહી કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરેલ જે દલીલો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાય મૂર્તિ બિરેન વૈષ્ણવ ..ગુજરનારના વારસ પત્ની કોકીલાબેનને તેમના પતિ નિવૃત્ત થયા તે તારીખથી એટલે કે સ્વર્ગસ્થને તેઓને મળવાપાત્ર બાકી નીકળતું દશ વર્ષનું બાકી પેન્શન તફાવત તથા તેમની બાકી નીકળતી રજાઓ ગ્રેજ્યુટી વગેરે લાભો ચૂકવી આપવાનો આખરી આદેશ થતા પરિવાર લાંબા સમય પછી બાકી નીકળતા લાભો મળવાથી પરિવાર આનંદ ની લહેર.