બાલાસિનોરના ગૌવંશ કતલના ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

મલેકપુર, બાલાસિનોર પોલીસ મથકમાં બે વર્ષ પુર્વ કાલુપુર વિસ્તારના એક ગૌવંશની કતલમાં ઝડપાયેલા ગુનામાં મહિસાગર સેશન્સ અદાલત સમક્ષ હાથ ધરેલી સુનાવણીમાં મહિસાગરના ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટના સેશન્સ જજે એક મહિલા સહિત 3 આરોપીઓને સાત વર્ષની સાદી કેદની સજા સાથે 1 લાખનો દંડ ફટકાર્યો છે.

બાલાસિનોર પોલીસ મથકમાં ગત તા.26/08/2021ના રોજ મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. આ બનાવમાં મહિસાગરના ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટના સેશન્સ જજ ભુપેન્દ્રકુમાર જી.દવે સમક્ષ હાથ ધરાયેલી દલીલોમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર વી.એલ.સંભવાનીની સજા કરવા માટેની દલીલો અને કસુરવાર થયેલા આરોપીઓને પ્રોબેશનલનો લાભ આપવાની માંગણી ફગાવી દીધી હતી.અદાલત દ્વારા ગોૈવંશ કત્લ કરવાના ગુનાના ત્રણ આરોપી (1)આશિયાના બાનુ બેલીમ, (2)આરીફ ઉર્ફે ભુરા બેલીમ અને (3)ઈસ્માઈલભાઈ કુરેશી(બેલીમ)ને પશુ સંરક્ષણ સુધારા અધિનિયમમાં કસુરવાર ઠેરવીને સાત વર્ષની સાદી કેદની સજા અને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો.