જસદણ, વિંછીયા અને રાજકોટમાંથી ૨૧૧ કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા, રૂ.૨૧.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, જસદણ, વિંછીયા અને રાજકોટમાંથી ૨૧૧ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીને ઝડપી લેવાયા હતા. પોલીસે રૂ.૨૧.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જસદણ પોલીસે કાળાસરમાં વાવેતર કર્યા બાદ સુકવણી માટે મુકેલ ૧૫૯ કિલો ગાંજા સાથે ધનજી કોતરાની ધરપકડ કરી હતી. વિંછીયાના પાટીયાળી ગામે વાડીના એક ઢાળીયા મકાનમાં ૪૮ કિલો ગાંજો છુપાવનાર ધીરુ તાવીયાને રૂરલ એસઓજીએ દબોચ્યો હતો. રાજકોટ શહેર એસઓજીએ રૂખડીયાપરામાંથી રીક્ષા ચાલક ઇસ્માઇલ શેખને ૩ કિલો ગાંજા સાથે પકડી ગુનો નોંધ્યો હતો.

પ્રથમ દરોડામાં રેન્જઆઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી જસદણ પીઆઈ ટી.બી.જાનીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એલ.સાકળીયા, એએસઆઈ ભુરાભાઈ માલીવાડ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા, રવિરાજસિંહ જાડેજા, પ્રણવભાઈ વાલાણી, કોન્સ્ટેબલ અનિલભાઈ સરવૈયા, રણજીતભાઈ મેર, અશોકભાઈ ભોજાણી, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ મેટાળીયા, અજીતભાઈ સોનારા વગેરે પેટ્રોલિંગમાં હતા સવારે બાતમી મળી હતી. કે,કાળાસર ગામે કોળીંબા તરીકે ઓળખાતી સીમમાં ધનજીભાઈ નાનજીભાઈ કોતરા (ઉ.વ.૭૨) (રહે.કાળાસર)એ પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું છે.બાતમી મળતા તુરંત જ વાડીએ દરોડો પાડતા ત્યાં ધનજી કોતરા મળી આવેલો (ઉ.વ.૭૨) (રહે. કાળાસર)એ પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું છે.બાતમી મળતા તુરંત જ વાડીએ દરોડો પાડતા ત્યાં ધનજી કોતરા મળી આવેલો.વાડીમાં આવેલ ઝુંપડી પાસે તપાસ કરતા ત્યાં ચુકવણી માટે તરફારમાં વીંટીને મુકેલો ગાંજાનો ૧૫૯ કીલો ૩૩૦ ગ્રામ જથ્થો મળી આવેલો આરોપીની પુછપરછમાં ખુલ્યું હતું કે તેણે વાડીના પાંચ પડામાંથી બેમાં કપાસ વાવેલો અને વચ્ચે ગાંજો વાવ્યો હતો.આ ગાંજો પાકી જતા એક પડામાંથી ૧૦ દિવસ પહેલા અને બીજા પડામાંથી બે દિવસ પહેલા ગાંજાના છોડ વાઢી સુકવણી માટે તરફારમાં ઝુંપડી પાસે રાખેલ હતાં.પોલીસે એએસએલ અધિકારી વી.કે.પરમારે સ્થળ પર આવી

પ્રાથમિક રિપોર્ટમાં છોડ ગાંજાના હોવાનો અભિપ્રાય આપેલો.ધનજીની ધરપકડ કરી, રૂ.૧૫,૯૩,૩૦૦નો ગાંજો કબ્જે કર્યો હતો. વધુ તપાસ આટકોટ પીએસઆઈ જે.એસ.સીસોટીયાને સોંપાઈ છે. આ તરફ રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.પી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.સી.મિયાત્રાની રાહબરીમાં તેમની ટીમના એએસઆઈ અતુલભાઈ ડાભી, હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, હિતેશભાઈ અગ્રાવત, અમિતભાઈ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, વિજયભાઈ વેગડ, અરવિંદભાઈ દાફડા, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, કાળુભાઈ ધાધલ, અમિતદાન ગઢવી, ડ્રાઈવર એએસઆઈ, રાયધનભાઈ ડાંગર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતીકે વિંછીયાના પાટીયાળી ગામની ઉગમણી સીમમાં ધીરૂભાઈ ખોડાભાઈ તાવીયા (ઉ.વ.૫૬, રહે પાટીયાળી)ની વાડી આવેલી છે,જેમાં ધીરૂ તાવીયાએ ગાંજો છુપાવી રાખ્યો છે. રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડતા વાડીના એક ઢાળીયા મકાનમાંથી ૪૮ કીલો ૭૭૪ ગ્રામ ગાંજો મળી આવેલ.રૂ?.૪,૮૭,૭૪૦નો ગાંજાનો જથ્થો અને રૂ?.૫૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન કબ્જે કરી ધીરૂ તાવીયા સામે વિંછીયા પોલીસમાં ગુનો નોંધાયો હતો. અનેં દરોડો પાડતા ઈશ્માઈલ રૂ?.૩૩૮૨૦ની કિંમતના ૩ કિલો ૩૮૨ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો હતો. તેની પાસેથી ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન કબ્જે કરી પ્રધુમનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.તે કયાંથી ગાંજો લાવ્યો અને કોને-કોને વેચતો હતો તે અંગે વધુ તપાસ પ્ર.નગર પીએસઆઈ બી.કે.ગોહિલે હાથ ધરી છે.