નવીદિલ્હી, પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત આવી છે. તેનું લક્ષ્ય તેના બાળકોને મળવાનું છે. અંજુ કહે છે કે તે ભારત આવી છે અને તેનું આગામી લક્ષ્ય તેના પતિ અરવિંદને જલ્દી મળવાનું છે. અંજુએ જણાવ્યું કે જ્યારે તે પાકિસ્તાનમાં હતી ત્યારે લોકો તેને ભારત વિશે ઘણા પ્રશ્ર્નો પૂછતા હતા. અંજુએ કહ્યું કે પાકિસ્તાનના લોકો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ પ્રશંસક છે. અંજુ આ જુલાઈમાં પાકિસ્તાન ગઈ હતી.
પાકિસ્તાનથી ભારત પરત ફરેલી અંજુનું આગળનું લક્ષ્ય તેના બાળકોને મળવાનું છે. અંજુના કહેવા પ્રમાણે, તે બાળકો માટે ભારત આવી છે અને ટૂંક સમયમાં તેના પહેલા પતિ અરવિંદને મળશે. અંજુએ જણાવ્યું કે જ્યારે તે પાકિસ્તાનમાં હતી ત્યારે ત્યાંના લોકો તેને અનેક પ્રકારના પ્રશ્ર્નો પૂછતા હતા. અંજુએ કહ્યું કે પાકિસ્તાનના લોકો ભારત અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. અંજુ આ વર્ષે જુલાઈમાં ભારતથી પાકિસ્તાન ગઈ હતી. તે તેના ફેસબૂક મિત્ર નસરુલ્લાને મળવા ગઈ હતી અને પછી તે રોકાઈ ગઈ. તેના વિઝાની મુદત ઓગસ્ટમાં પુરી થઈ ગઈ હતી તે પણ લંબાવવામાં આવી હતી. અંજુ અને નસરુલ્લા બંને એકબીજાને ૨૦૧૯થી ઓળખતા હતા.
સીમા હૈદરના ભારત આવવા અને લગ્ન કરવાના સમાચાર વચ્ચે અંજુની પાકિસ્તાનની મુલાકાત બંને દેશોમાં ખૂબ ચર્ચાનો વિષય બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંજુએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે નસરુલ્લા સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા થઈ નથી. ’અપર ડીર’ના લોકો તેમને ભારત વિશે અનેક પ્રકારના પ્રશ્ર્નો પૂછતા હતા. અંજુએ કહ્યું કે પાકિસ્તાનના લોકોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અદભૂત ક્રેઝ છે. ત્યાંના નાગરિકોના મતે પાકિસ્તાનને પણ મોદી જેવા નેતાની જરૂર છે જે દેશને આગળ લઈ જઈ શકે. ઈન્ટરવ્યુમાં અંજુએ ખુલાસો કર્યો છે કે તે જલ્દી જ નસરુલ્લાને ભારત બોલાવશે.
અંજુના કહેવા પ્રમાણે, નસરુલ્લા બાળકોને દત્તક લેશે કે નહીં તે હવે પછીની વાત છે. અંજુના કહેવા પ્રમાણે, હાલમાં નસરુલ્લાના આવવા માટે ઘણી પ્રક્રિયાઓ કરવાની બાકી છે અને તેમાં ઘણો સમય લાગે છે. અંજુએ કહ્યું કે તે હવે દુબઈમાં સ્થાયી થવાની યોજના બનાવી રહી છે. અંજુએ પુનરોચ્ચાર કર્યો કે તેણે કાયદાકીય પ્રક્રિયા મુજબ જ સરહદ પાર કરી હતી. અંજુએ એમ પણ કહ્યું કે તે પહેલી વ્યક્તિ નથી જે પાકિસ્તાન ગઈ હોય.
અંજુના કહેવા પ્રમાણે, તેની ઈમેજ એવી બનાવવામાં આવી છે કે તે પોતાના બાળકોને છોડીને ભાગી ગઈ છે. તેમનો ઈરાદો સારો હતો અને આવી સ્થિતિમાં તેમની ઈમેજ પર ખોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. અંજુના કહેવા પ્રમાણે, બાળકો નસરુલ્લાને પહેલાથી જ ઓળખતા હતા. તેણે તેની મોટી દીકરીને બધી વાત કહી. અંજુના કહેવા પ્રમાણે, નસરુલ્લાહ અને બાળકો બંને એકબીજા સાથે સામાન્ય રીતે વાત કરતા હતા.