જૂનાગઢ, સાયબર છેતરપીંડી અત્યારે અતિ સામાન્ય બની છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય. આવો જ એક કિસ્સો જૂનાગઢ થી સામે આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના નિવૃત કર્મચારી આનો ભોગ બન્યા હતા. તેઓ મોબાઈલ એપ પરથી રૂ. ૫૦૦નું રિફંડ મેળવતા તેમને રૂ. ૧ લાખ ગુમાવ્યા હતા. રિફંડ મેળવવાના ચક્કરમાં એક બેંક અધિકારીએ જુલાઈમાં તેમના ખાતામાંથી રૂ. ૯૯,૯૯૩ ઉપાડી લીધા હતા. ખરેખર આ વાત ને અંજામ આપવા માટે અતુલ મકવાણાને એક એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું જેનાથી કોલર રિમોટલી ફોનને કંટ્રોલ કરી શકે.
જયારે તેમને આના વિષે જાણ થઈ કે તરત જ મકવાણાએ જૂનાગઢના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને આઈપીસી કલમ ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધાવી દીધી હતી.પીડિતાએ ૨૮ જૂને તેના ફાસ્ટેગમાં ૫૦૦ રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું. જો કે, જ્યારે તે ૬ જુલાઈના રોજ પાસબુક અપડેટ કરવા ગયો ત્યારે તેને ખબર પડી કે રિચાર્જ તો થયું જ ન હતું અને એટલું જ નહિ તેના ખાતામાંથી કપાયેલી રકમ પણ તેને પરત કરવામાં આવી ન હતી.
ત્યારબાદ મકવાણાએ ઓનલાઈન સર્ચ એન્જીનમાંથી આઇડીએફસી બેંક કસ્ટમર કેરનો નંબર શોધ્યો અને તે નંબર પર કોલ કર્યો અને ત્યારબાદ તેના નિષ્ફળ ગયેલા ટ્રાન્ઝેક્શન વિષે જણાવ્યું અને કહ્યું પૈસા રીફંડ આવ્યા નથી તો તેના પૈસા રીફંડ કરવામાં આવે તેની સાથે વાત કરી રહેલ મહિલાએ ફોન તેના વરિષ્ઠને આપ્યો, જેણે તેને ફોન સ્વીચ ઓફ કર્યા વિના એક સરળ પ્રક્રિયા અનુસરવા કહ્યું. મકવાણાને પ્લે સ્ટોર પર જઈને રિમોટ ડેસ્કટોપ માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે આમ કર્યું અને બાદમાં મકવાણાએ જોયું કે તેની રકમ તેના ખાતામાંથી કપાઈ ગઈ છે.