ગાઝામાં આરોગ્ય સેવા કથળી ગઈ,બાળકો ભુખ્યા પેટે સૂવા મજબુર બન્યા

તેલઅવીવ, ઇઝરાયલની સેના હવે દક્ષિણ ગાઝામાં પણ હુમલો કરી રહી છે. અલ જઝીરા અનુસાર ગાઝામાં કોઈ સુરક્ષિત જગ્યા બચી નથી. અહીં યુદ્ધવિરામ ખતમ થયા બાદ ફરી એકવાર મદદ મળવાની બંધ થઈ ગઈ છે. પેલેસ્ટિનિયન મહિલાએ કહ્યું – ત્યાં કોઈ બેકરી કે સુપરમાર્કેટ બાકી નથી. અમને ખાવાનું પણ મળતું નથી. અમારા બાળકો ભુખ્યા પેટે સૂવા મજબુર બન્યા છે. હવે લાગે છે કે અમે અહીં ભૂખે મરી જઈશું.

આ તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાં આરોગ્ય સેવા કથળી ગઈ છે અને સંપૂર્ણ રીતે ખતમ થવાની તૈયારીમાં છે. અહીં ૩૬માંથી માત્ર ૧૪ હોસ્પિટલમાં લોકોની સારવાર થઈ રહી છે. બાકીની હોસ્પિટલો નાશ પામી છે. ગાઝામાં સીઝફાયરની તાત્કાલિક જરૂર છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ અધિકારીનું કહેવું છે કે ગાઝામાં આતંકવાદીઓ કરતા બમણા નાગરિકો માર્યા ગયા છે. હમાસના આતંકવાદીને મારવાનો પ્રયાસ કરતી વખતે બે સામાન્ય પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યો હતો.ગાઝામાં હમાસના કબજા હેઠળના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં ૧૬ હજાર નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ ઇઝરાયલ આ અંગે કંઈ કહેવા તૈયાર નથી.ગાઝામાં હમાસના કબજા હેઠળના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં ૧૬ હજાર નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ ઇઝરાયલ આ અંગે કંઈ કહેવા તૈયાર નથી.

’ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલમાં ઇઝરાયલના એક અધિકારીનું નિવેદન મહત્વનું છે. આ અધિકારીએ ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા લોકોના આંકડાની માહિતી આપી. આ અધિકારીના જણાવ્યા અનુસાર, ૭ ઓક્ટોબરે આઇડીએફ સૈન્ય અભિયાન શરૂ થયા બાદ જો એક આતંકવાદી માર્યો ગયો તો બે નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો આઇડીએફએ હાઇ-ટેક મેપિંગ ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કર્યો અને તેનું કારણ એ હતું કે તે નાગરિકોના જીવ બચાવવા માગતી હતી.

આ અધિકારીએ કહ્યું- મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમે પાંચ હજાર આતંકીઓને માર્યા છે. મને લાગે છે કે આ સાચો આંકડો નથી. મારા મતે માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા થોડી ઓછી છે. આ નિવેદન આ સંદર્ભમાં મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે ગાઝામાં હમાસના કબજા હેઠળનું આરોગ્ય મંત્રાલય દાવો કરી રહ્યું છે કે અત્યાર સુધીમાં ૧૬ હજાર નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ ઇઝરાયલ આ અંગે કંઈ કહેવા તૈયાર નથી.અહેવાલ છે કે ઇઝરાયલના કેટલાક વેપારીઓએ હુમલા અંગેની માહિતીને નકારી કાઢી હતી.

ઈઝરાયલ સ્ટોક એક્સચેન્જના ચીફે બે અમેરિકન ટ્રેડિંગ એક્સપર્ટના અહેવાલને ફગાવી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શેરબજારના કેટલાક વેપારીઓને ૭ ઓક્ટોબરના હુમલાની અગાઉથી જાણકારી હતી.