દાહોદ, દાહોદ જીલ્લામાં પ્રોહીના 03 બનાવોમાં પોલીસે કુલ રૂા.94,860ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી કબજે કરી એકને ઝડપી પાડ્યાંનું જ્યારે અન્ય ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો લીમખેડા નગરમાં લીમખેડા બસ સ્ટેશનની થોડે દુર બનવા પામ્યો હતો. જેમાં ગત તા.05 ડિસેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીનો પીછો કરતાં ઈક્કો ફોર વ્હીલર ગાડીનો પીછો કર્યો હતો. જેમાં જેમાં ગાડીના ચાલક દિલીપભાઈ મીઠાલાલ બારીયા (રહે. રાજસ્થાન) નાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેનો પીન્ટુભાઈ ડામોર નામક ઈસમ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે ઈક્કો ફોર વ્હીલર ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.127 કિંમત રૂા.33,810ના પ્રોહી જથ્થા સાથે ઈકો ગાડી મળી પોલીસે કુલ રૂા.2,83,810નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના ડુંગરાના ઠેકેદારે ભરી આપ્યો હોવાનું કબુલાત કરતાં દાહોદ એલસીબીસ પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકા ઉસરવાણ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.06 ડિસેમ્બરના રોજ દાહોદ બી ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે ઉસરવાણ ગામે ટીડોરી ફળિયામાં રહેતાં સુનીલભાઈ રામસીગભાઈ બારીયાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં સુનીલભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની કુલ બોટલો નંગ.235 કિંમત રૂા.34,050નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે દાહોદ બી ડિવીઝન પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજો બનાવ ઝાલોદ નગરના ઠુંઠી રોડ પર બનવા પામ્યો હતો. જેમાં ગત તા.06 ડિસેમ્બરના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીમાં ડબગરવાસમાં રહેતાં રાજુભાઈ લાલાભાઈ દેવડાના મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસને જોઈ રાજુભાઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તેના રહેણાંક મકાનમાં તલાસી લેતાં મકાનમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.168 કિંમત રૂા.27,000નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે ઝાલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.