ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસૂતી કરાવી

દાહોદ, દાહોદના ઉસરવન ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં 108ની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક ઉસરવન ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ દુ:ખાવો હતો અને 108ની ટીમે સફળતા પૂર્વક જોખમી પ્રસૂતી કરાવી માતા અને નવજાત બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ઉસરવન ગામમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેમને 108ની મદદ લેવામાં આવી હતી. ઈએમટી સુશીલાબેન પટેલ અને પાયલટ રમણભાઈ રાવળ દાહોદ 108ની ટીમ તાત્કાલિક ઉસરવન ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલાને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને બાળકની સ્થિતિ નોર્મલ કરતા રિક્સ અને બાળકના ગળે નાળ વીંટળાયેલ હોવાથી આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દીની ઈ.એમ.ટી સુશીલાબેન પટેલ દ્વારા ઉપરી ફીઝિશિયનની સલાહ મુજબ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. ત્યારબાદ માતા પૂત્રીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ દાહોદ સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ તકે દર્દીના પરિવારજનોએ 108 ના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.