
ધોધંબા, પંચમહાલ પેરોલ સ્કવોડને બાતમી મળી હતી કે, સાગટાળા પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનાનો વોન્ટેડ આરોપી ધોધંબા તેના ધરે હોવાની બાતમીના આધારે તપાસ કરતાં ધોધંબા પ્રા.શાળા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ ધોધંબા ખાતે રહેતા સોહેલ મેહબુબ શેખ સામે સાગટાળા પોલીસ મથકમાં પ્રોહિબીશન એકટ હેઠળ ગુનામાં વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી તેના ધરે હાજર હોય બાતમીના આધારે પેરોલ ફલો સ્કવોડની ટીમે તપાસ કરતાં ધોધંબા પ્રાથમિક શાળા પાસેથી ઝડપી પાડવામાંં આવ્યો. આરોપી અંગે સાગટાળા પોલીસને જાણ કરાઈ.