કાલોલ ભદરોલીના સરપંચ પતિ અને તાલુકા પંચાયત સભ્યએ ગામના રહિશ વચ્ચે થયેલ બોલાચાલીનો ઓડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય.

કાલોલ, કાલોલ તાલુકા પંચાયતના સભ્ય અને ભાદરોલી ગામના મહિલા સરપંચના પતિએ ગામના રહિશ અને કરણી સેનામાં મંત્રી કાલોલ વચ્ચે સોશ્યલ મીડીયામાં ટેન્કર ઉપરથી ધારાસભ્યનું નામ હટાવી દેવા અને તાલુકા સભ્યના સ્વર્ગસ્થ પિતાના નામને હટાવી દેવા બાબતે થયેલ ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થતાં કાલોલ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

કાલોલ તાલુકાના ભાદરોલી ગામના મહિલા સરપંચના પતિ અને તાલુકા પંચાયત સભ્ય એવા કિરણ બેલદારને ગામના રહિશ અને કરણી સેનાના મંત્રી મુકેશ સોલંકી વચ્ચે પૂર્વ ધારાસભ્યની ગ્રાન્ટમાં ફળવાયેલ ટેન્કર પરથી ધારાસભ્યનું નામ હટાવી તાલુકા સભ્ય દ્વારા તેમની પત્ની અને ગામના સરપંચનું નામ ટેન્કર ઉપર ચિત્રી દેવામાંં આવ્યું હોય જેને લઈ સ્થાનિક રહિશ મુકેશ સોલંકી એ ટેન્કર ઉપરથી નામ બદલવાને લઈ સમાજના ગૃપમાંં ફોટો અને વાતચીત ચર્ચા કરાઈ હોય આ બાબત સરપંચ પતિ અને તાલુકા સભ્ય એવા કિરણ બેરદારને થતાં મુકેશ સોલંકીને મોબાઈલ ફોન ઉપર ગામના ગેટ ઉપર મારા સ્વર્ગસ્થ પિતાનું નામ બદલવાની વાત કરે છે. ટેન્કરને જો કલર કરાવ્યો છે તેનો ખર્ચો કર્યો છે તેને શુંં વાંધો છે. તેમ કહીને ધમકી આપતો ઓડિયો વાયરલ થતાં ભાદરોલી ગામ સહિત કાલોલમાં ચર્ચાનો વિષય બન્યો છે. અભદ્ર ગાળો આપી ધમકી આપતાં પોલીસ ફરિયાદની વાત પહોંચી.