હાર બાદ કોંગ્રેસે ગેરવર્તણૂકનો આશરો લીધો છે,કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

નવીદિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ચાર રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર તેલંગાણામાં કોંગ્રેસ બહુમતી સાથે પોતાની સરકાર બનાવવામાં સફળ રહી. કોંગ્રેસની હાર બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હાર બાદ કોંગ્રેસે ગેરવર્તણૂકનો આશરો લીધો છે.

કોંગ્રેસ પર આરોપ લગાવતા અનુરાગ ઠાકુરે કહ્યું, ’તેમની વિચારસરણી સ્પષ્ટ છે. તેઓ દેશની સંસ્કૃતિ અને ઓળખને ખતમ કરવા માંગે છે. કેટલાક લોકો ટુકડે ટુકડે ગેંગ સાથે ઉભા છે. પરંતુ અમે દેશના ભાગલા નહીં થવા દઈએ. તેમની વિચારસરણી માત્ર હિન્દુત્વ અને સનાતન ધર્મનું અપમાન કરવાની છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સનાતન ધર્મને બદનામ કરવાનું ચાલુ રાખે છે.

તેલંગાણાના નવા સીએમ રેવન્ત રેડ્ડી પર નિશાન સાધતા તેમણે કહ્યું, ’તેલંગાણાના આવનારા સીએમએ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તેલંગાણાનું ડીએનએ બિહારના ડીએનએ કરતાં વધુ સારું છે. સનાતન ધર્મ, હિંદુઓ અને હિન્દીભાષી લોકો વિરુદ્ધ ડ્ઢસ્દ્ભ નેતાઓનું ષડયંત્ર જાણીતું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ’દિગ્વિજય સિંહ સહિત ઘણા વિપક્ષી નેતાઓ ઈફસ્ પર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસને બંધારણીય સંસ્થાઓ પર વિશ્ર્વાસ નથી. હાર પછી તે પોતાની હારના કારણોને જોતો નથી. તેઓ માત્ર ઈવીએમને દોષ આપે છે. તેઓ માત્ર હિન્દુઓ અને સનાતન ધર્મને નિશાન બનાવે છે.

તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જીત મેળવી હતી. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ સરકાર બનાવવામાં સફળ રહી.