નવીદિલ્હી, બેંક કર્મચારીઓને જલ્દી જ સરકાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી બેંક કર્મચારી યુનિયન બેંકોમાં પાંચ કામકાજના દિવસોની માંગ કરી રહ્યું છે. હાલમાં બેંક કર્મચારીઓને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે. પણ તેને વધારીને મહિનાના દરેક શનિવારે પણ રજા આપવાની કર્મચારીઓની માંગ છે. આ અંગે સરકાર વતી નાણા રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં સરકારનું નિવેદન રજૂ કર્યું હતું.
નાણા રાજ્ય મંત્રી ડો. ભાગવત કરડે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ઇન્ડિયન બેક્ધ્સ એસોસિએશનેે તમામ શનિવારને બેક્ધોમાં રજા તરીકે રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, હાલમાં, બેંક યુનિયન અને આઇબીએ વચ્ચેના ૧૦મા દ્વિપક્ષીય કરાર ૨૦૧૫ હેઠળ દર મહિનાના બીજા અને ચોથા શનિવારને બેંકો માટે જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
આ બાબતના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવદ કરાડએ જણાવ્યું હતું કે, “મહિનાના દર શનિવારે કર્મચારીઓની રજા અંગે આઇબીએ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.આઇબીએ અને વર્કમેન યુનિયન/ઓફિસર એસોસિએશન વચ્ચે દસમો દ્વિપક્ષીય કરાર સાતમી સંયુક્ત નોંધ પર હસ્તાક્ષર કરીને સરકારે ૧૮૮૧ના નેગોશિયેબલ ઇન્સ્ટૂમેન્ટ એક્ટની કલમ ૨૫ દ્વારા અધિકૃત સત્તાનો ઉપયોગ કરીને ૨૦.૮.૨૦૧૫ ના નોટિફિકેશન દ્વારા ભારતમાં બેંકો માટે દર મહિનાના બીજા અને ચોથા શનિવારને જાહેર રજા જાહેર કરાઈ હતી”
તમને જણાવી દઈએ કે બેંક કર્મચારીઓને સરકાર તરફથી જલ્દી રાહત મળવાની આશા છે.આઇબીએએ બેંકોમાં પાંચ દિવસ કામ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે, આ નિર્ણયને આરબીઆઈ અને નાણા મંત્રાલયની મંજૂરી મળવાની બાકી છે. આ સિવાય રિપોર્ટ્સ અનુસાર આઇબીએએ બેંક કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઇન્ડિયન બેંક્સ એસોસિએશનએ તેમના સરકારી કર્મચારીઓ માટે ૧૫ થી ૨૦ ટકા સુધીના પગાર વધારાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે એવું પણ ઉમેરવામાં આવ્યું છે કે કામના દિવસ માત્ર ૫ કરવામાં આવે. ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન અને બેંક યુનિયનો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં આ બંને બાબતો પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.