લખતરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ બાદ છરીથી હુમલો કર્યો,પીએસઆઇ ઘાયલ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં આરોપીઓને પકડવા ગયેલ પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજસીટોકના આરોપીઓ પેરોલ જમ્પ કરી નાસતા ફરતા હતા. જેથી સુરેન્દ્રનગર પોલીસ આરોપીઓને ઝડપી લેવા લખતર પહોચી હતી. જ્યાં ઇસમોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં પીએસઆઇ ઝાલા ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યું છે. આ તરફ પોલીસે ગોળી ખાઈને પણ આરોપી ઇસમોને ઝડપી પાડ્યા છે અને હાલ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતું. આ તરફ આરોપીઓએ ફાયરીંગ કરતા પીએસઆઇ ઘાયલ થયા હતા. વિગતો મુજબ લખતર તાલુકાના ઇંગરોળી ગામે આરોપીઓને પોલીસ પકડવા ગઇ હતી. ગુજસીટોકના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ ગુજસીટકોકના પેરોલ ઝમ્પ કરી આરોપીઓ નાસતા ફરતા હતા. એલસીબી પોલીસ ટીમ બજાણા પીએસઆઇ સહિતની ટીમ આરોપીઓની ધરપકડ માટે પહોંચી હતી. જ્યાં બંન્ને આરોપીઓને કોર્ડન કરી લેતા આરોપીઓએ ફાયરીંગ કર્યું હતું. આ સાથે ફાયરિંગ કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓના આ હુમલામાં પીએસઆઇ આર.એચ.ઝાલા ઇજાગ્રસ્ત થયા હતા. જોકે પોલીસે આરોપી ઇસમોને દબોચી જેલ હવાલે કર્યા હતા. આ તરફ ઇજાગ્રસ્ત પીએસઆઇને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.