ધોધંબાના રણજીતનગરના 19 વર્ષીય યુવકે અગમ્ય કારણથી જંતુનાશક દવા પી જતાં સારવાર અર્થે વડોદરા દાખલ કરાયો

ધોધંબા, ધોધંબા તાલુકાના રણજીતનગર ગામે રહેતા 19 વર્ષીય યુવકે કોઇ અગમ્યકારણોસર કપાસમાં છાંટવાની ગોળીઓ ગ્લાસમાં ઓગાળી પી જતાં પ્રથમ સારવાર અર્થે હાલોલ રેફરલ અને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના રણજીતનગર ગામે રહેતા રાજેન્દ્ર કાળુભાઇ સોલંકી ઉ.વ.19એ કોઇ અગમ્યકારણોસર તા. 5 ડીસેમ્બરના રોજ રણજીતનગર જંગલમાં કપાસમાં છાંટવાાની 20 થી 25 ગોળીઓ ગ્લાસમાં પાણીમાં ઓગાળીને પી ગયેલ હોય જંતુનાશક દવા પી જતાં યુવકને પ્રાથમિક સારવાર માટે હાલોલ રેફરલમાં અને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવ્યો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.