ધોધંબાના ફરોડ ગામે સમાજની રીતરિવાજે લગ્ન બાદ યુવતિએ અન્ય સાથે રજીસ્ટર પ્રેમ લગ્ન કરતાં ફરિયાદ

ધોધંબા,ધોધંબા તાલુકાના ફરોડની મુવાડી ગામના ફરિયાદી સાથે આરોપીના સમાજના રીતરિવાજ મુજબ સમૂહ લગ્નમાં લગ્ન કરેલાનુંં જાણવા છતાં ધોધંબાના કણબીપાલ્લી ગામે 10/07/2023ના રોજ મેરેજ રજીસ્ટાર સમક્ષ પ્રેમ લગ્ન કરતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

વિસ્તૃત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ફરોડની મુવાડી ગામે રહેતા ધર્મેન્દ્રકુમાર વિજયસિંહ પરમાર સાથે વર્ષાબેનના સમાજના રીતરિવાજ મુજબ સમૂહ લગ્નમાં લગ્ન કરેલ હોય તેમ જાણવા છતાં કાલોલ પાધરદેવી ગામના અનિલભાઇ રમેશભાઈ રાઠોડએ વર્ષાબેન ધર્મેન્દ્રકુમાર પરમારની સાથે ધોધંબા કણવીપાલ્લી ગામે સીરીયલ નંબર-80/2023 તા.11/07/2023ના રોજ મેરેજ રજીસ્ટાર સમક્ષ પ્રેમ લગ્ન કરી ગુન્હો કર્યાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે નોંધાવા પામી.

Don`t copy text!