- હત્યા આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિ
ગોધરા, ગોધરા તાલુકાના ધોળી ગામના 32 વર્ષીય યુવાનનો તળાવ માંથી મળેલ મૃતદેહમાં આરોપીની પત્ની સાથે આડાસંબંધોની અદાવતે માતાબાઇ મંદિર પાસે તળાવમાં ધકકો મારી પાણીમાં ડુબાડી હત્યા કર્યાનું સામે આવતાં ગોધરા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના ધોળી ગામે રહેતા મરણજનાર મહેન્દ્રભાઇ ઉર્ફે સંંજય કંપનસિંહ બારીયા ઉ.વ.32ના આરોપી રંગીતભાઇ બળવંતભાઇ બારીયાની પત્ની સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં મૃતક મહેન્દ્ર ઉર્ફે સંજયની હત્યાનું કાવતરું રચ્યું હતું. મહેન્દ્ર ઉર્ફે સંંજય બારીયાને ગામના ગામખેડા માતાબાઈએ ફળ વધેરવાની માનતા કરવા માટે બહાને બાઈક ઉપર તેની સાથે માતાબાઈના મંદિરે લઈ ગયો હતો. માતાબાઈના મંદિરે ફળ વધેર્યા બાદ આરોપી રંગીતભાઇ બારીયાએ મહેન્દ્ર ઉર્ફે સંજય સાથે પોતાની પત્ની સાથે આડાસંબંધોને લઈ ઝપાઝપી કરી માતાબાઈ મંદિર પાસેના તળાવમાંં મહેન્દ્ર ઉર્ફે સંજયને ધકકો મારી પાણીમાં ડુબાડી હત્યા કરી નાશી ગયેલ હોય ધોળીના યુવાનનો તળાવ માંથી મળેલ મૃતદેહમાં આડાસંબંધોમાં હત્યાનું પ્રકરણ સામે આવતાં ગોધરા તાલુકા પોલીસે આરોપી રંગીતભાઇ બળવંતભાઇ બારીયા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.