મહીસાગર જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે જાહેરાત

મહીસાગર, મહીસાગર જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોએ 2023-24 માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓન લાઈન અરજી કરેલ હતી. ઓનલાઈન કરેલ અરજીઓને અત્રેની કચેરી દ્વારા પૂર્વ મંજુર કરવામાં આવેલ છે. જે ખેડૂતોને અરજી માટે પૂર્વ મંજુરી મળેલ છે, તેમના સહાય કેસોના ખર્ચ બીલો સ્વીકારવાની અંતિમ તારીખ 10/01/2024 હોય તમામ બાગાયતી ખેડૂત મિત્રોએ તારીખ 10/01/2024 સુધીમાં જરૂરી અસલ બીલો સહીત સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર પટેલ વિદ્યાલય પાસે, ચાર કોશિયા નાકા, મોડાસા રોડ, લુણાવાડા ખાતે રજુ કરવાના રહેશે. જેની મહીસાગર જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂત મિત્રોએ નોંધ લેવી.