
નડીયાદ, તા. 05-12-2023ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી-ખેડા(નડીયાદ) દ્વારા મહિલા સમાજ જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર -નડીયાદ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-2005” અન્વયે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 95 મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગેના કાયદા અને ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા ચાલતી તમામ મહિલાલક્ષી યોજનાઓ, મહિલાલક્ષી કાયદાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે OSC(સખી વન સ્ટોપ સેન્ટર)નો સ્ટાફ, (VMK) વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રનો સ્ટાફ, PBSC(પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર)ના સ્ટાફ એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ શિબિરમા જીલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સહ રક્ષણ અધિકારી હીનાબેન ચૌધરી, મહિલા સમાજના પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, (DHEW)ડીસ્ટ્રીક્ટ મિશન કો- ઓર્ડિનેટર જયનાબેન વાળા ઉપસ્થિત રહ્યા હતા.