શહેરા પુરવઠા ગોડાઉન ખાતે ત્રણ દિવસથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થઈ શકી ન હતી

  • ગુરૂવારના રોજ થી ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
  • ત્રણ દિવસથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી ત્રણ દિવસથી બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
  • ત્રણ દિવસ બાદ આજે ગુરૂવારના રોજ થી ડાંગરની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ.

શહેરા, શહેરા પુરવઠા ગોડાઉનમાં ત્રીજા દિવસે પણ ટેકાના ભાવે ડાંગરની ખરીદી બંધ રહેવા સાથે સંપૂર્ણ કામગીરી બંધ રહી હતી જ્યારે સાંજના સમયે પુરવઠા વિભાગના નાયબ જીલ્લા મેનેજર જે.બી.દરજી સહિતની ટીમ દ્વારા પુરવઠા ગોડાઉન ની મુલાકાત લઈને ગુરૂવારના રોજ થી ડાંગરની ટેકાના ભાવે અહી ખરીદી શરૂ કરવામાં આવનાર છે.

શહેરા મામલતદાર કચેરીના પાછળના ભાગે આવેલ પુરવઠા ગોડાઉનના મેનેજર સામે પીબીએમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોમવારથી લઈને બુધવારના દિવસ સુધી એટલે ત્રણ દિવસ સુધી પુરવઠા ગોડાઉનની સંપૂર્ણ કામગીરી બંધ રહી હતી. જ્યારે પુરવઠા ગોડાઉનમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી ત્રણ દિવસથી બંધ રહેતા ડાંગર વેચવા આવેલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે, બુધવારની સાંજના પુરવઠા વિભાગના નાયબ જીલ્લા મેનેજર જે.બી.દરજી સહિતની ટીમ પુરવઠા ગોડાઉન ખાતે આવી પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુરૂવારના રોજથી અહી ત્રણ દિવસ બાદ ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. અહીંથી રવિવારના રોજ 25 જેટલા ખેડૂતોને ડાંગર વેચવા માટેના મેસેજ કરવામાં આવ્યા હતા. એ ખેડૂતોની ડાંગર ગુરૂવારના રોજ ખરીદી કરવામાં આવનાર છે. જ્યારે આ બાબતે પુરવઠા ગોડાઉન ખાતે આવેલ નાયબ જીલ્લા મેનેજર જે.બી.દરજીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગુરૂવારના રોજ થી અહીં ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને કોઈ તકલીફ પડે નહીં એનું ધ્યાન રાખવામાં આવનાર છે. આગામી દિવસોમાં કાયમી પુરવઠા ગોડાઉનની નિમણૂક કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, 2565 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય અને આશરે 128 જેટલા ખેડૂતોની ડાંગર અહીં ખરીદી કરવામાં આવી હોય તો હજુ મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગર વેચવા માટે આવનાર હોય ત્યારે જીલ્લા પુરવઠા વિભાગ સહિતના સંબંધિત તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને રજીસ્ટ્રેશન કરેલ ખેડૂતોની ટેકાના ભાવે ડાંગરની ખરીદી જેમ બને તેમ વહેલી તકે થાય એવું આયોજન કરવામાં આવે એવી આશા ખેડૂતો રાખી રહયા હતા.