
ધોધંબા, સુરેન્દ્રનગર દસાડા પોલીસ મથક તેમજ પાટડી પોલીસ મથક મળી 3 ચોરીના બનાવોમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા ધોધંબા રૂપારેલના આરોપી અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે વાવકુંડલી ખાતેથી ઝડપી પાડી દસાડા પોલીસને જાણ કરાઈ.
ધોધંબા તાલુકાના રૂપારેલ ગામનો આરોપી ચીમનભાઇ ઉર્ફે ટીનાભાઇ રયજીભાઇ ઉર્ફે છીનાભાઇ બારીયા સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા પોલીસ મથક અને પાટડી પોલીસ મથકના 3 ચોરીના ગુન્હામાં છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય વોન્ટેડ આરોપીને પકડવા સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા 10,000/-રૂપીયા આગોતરા ઈનામ જાહેર કરેલ હોય જે આરોપી અંગે તપાસ કરતાં અગાઉ મોડાસા, અમદાવાદ, વડોદરા, હાલોલ, કાલોલ, રાજગઢ પોલીસ મથકમાં વાયર કટીંગની ચોરીઓના ગુન્હામાં સંડોવાયેલ હોય આ આરોપી ચીમનભાઇ ઉર્ફે ટીનો ઉર્ફે છીનાભાઇ બારીયા અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી ધોધંબાના વાવકુંડલી ગામે છે. બાતમીના આધારે વોન્ટેડને ઝડપી પાડી આરોપીને દસાડા પોલીસને આગળની કાર્યવાહી માટે હસ્તગત કરવા જાણ કરાઈ.