સંવિધાનના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદામંત્રી ડો.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથી પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી

કાલોલ, ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ હોય બીજેપી પંચમહાલ જિલ્લા તેમજ કાલોલ નગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા. મહિલા અને બાળવિકાસ ચેરમેન કિરીટસિંહ, તાલુકા પ્રમુખ સવિતાબેન, ઉપપ્રમુખ ગુણવંતસિંહ કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, સુનીલ પરમાર ઈન્ચાર્જ જીલ્લા એસસી મોરચો હાજર રહ્યા.