આર્લિગટનમાં એક ઘરની અંદર ગોળીબારની જાણ કરવામાં આવી હતી. આ ફાયરિંગ બાદ એક મોટો વિસ્ફોટ પણ થયો હતો, જે બાદ પોલીસ પાડોશમાં રહેતા લોકોને પોતાના ઘરમાં રહેવાની સૂચના આપી રહી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના બ્લુમાઉન્ટમાં એન બલગસ્ટ્રીટના ૮૦૦ બ્લોકમાં બની હતી.
પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓ નિવાસસ્થાન પર સર્ચ વોરંટ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક શંકાસ્પદ વ્યક્તિએ ઘરની અંદર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે વિસ્ફોટ થયો. સ્થાનિક મીડિયા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ અધિકારી પર પણ ગોળીબાર કર્યો હતો. વિસ્ફોટ બાદ હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી.ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા થઈ હતી. લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વિસ્ફોટ દરમિયાન તેમનું ઘર ધ્રૂજવા લાગ્યું. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે તે બે માઈલ દૂરથી વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના બાદ તરત જ પોલીસે નજીકના કેટલાક મકાનો ખાલી કરાવ્યા હતા અને લોકોને સલામત સ્થળે આશરો લેવા કહ્યું હતું