આઈપીએલ ૨૦૨૪ ૠષભ પંત એમએસ ધોનીના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બની શકે છે

મુંબઇ, આઇપીએલની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી ૧૯ ડિસેમ્બરના રોજ થવાની છે. ચાહકો ટૂર્નામેન્ટની ૧૭મી સિઝનની રાહ જોઈ રહ્યા છે. તે પહેલા દુબઈમાં યોજાનારી હરાજીમાં ફ્રેન્ચાઈઝીઓને ખાલી જગ્યા ભરવાની તક મળશે. ફરી એકવાર બધાની નજર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે. ૪૨ વર્ષીય વિકેટકીપર બેટ્સમેને ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. તે આગામી વખતે પણ ટુર્નામેન્ટમાં જોવા મળશે. એવું માનવામાં આવે છે કે આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. ધોની પછી ચેન્નાઈની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે ચાહકો પહેલેથી જ ચિંતિત છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ઘણા સમયથી વિચારી રહી છે કે ધોનીની જગ્યાએ કોણ કમાન સંભાળશે. તેણે ૨૦૨૧માં રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો, પરંતુ તે દાવ ફળ્યો નહીં. જાડેજાએ માત્ર આઠ મેચ બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તાએ કહ્યું છે કે ધોનીની જગ્યાએ કેપ્ટન તરીકે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર રિષભ પંત યોગ્ય ઉમેદવાર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત બાદ પંતે હજુ સુધી વાપસી કરી નથી. જો કે, તેણે તેની પ્રેક્ટિસમાં મોટા પાયે સુધારો દર્શાવ્યો છે અને તે આઇપીએલ ૨૦૨૪માં રમતા જોવા મળે તેવી ઉચ્ચ સંભાવના છે.

દીપ દાસગુપ્તાએ એકસ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે, “જો તેઓ (ચેન્નઈ સુપર કિંગ્સ) આઇપીએલ સ્વાભાવિક છે કે ૠષભ તેને ઘણો પસંદ કરે છે અને ધોની પણ તેને ઘણો પસંદ કરે છે. બંને ઘણો સમય સાથે વિતાવે છે. બંનેની વિચારસરણી ખૂબ સમાન છે. તે હંમેશા જીતવાની વાત કરે છે અને શું નહીં.

તાજેતરમાં દિલ્હી કેપિટલ્સે આઇપીએલ ૨૦૨૪ માટે થોડા દિવસો માટે કેમ્પ ગોઠવ્યો હતો. રિષભ પંત આમાં સામેલ નહોતો. ફ્રેન્ચાઈઝીના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે પંતની ફિટનેસમાં સુધારો થઈ રહ્યો છે અને તે આવતા વર્ષે આઈપીએલમાં રમતા જોવા મળશે. તે ટીમની કેપ્ટનશિપ પણ કરશે.

૧૦ ફ્રેન્ચાઇઝીએ કુલ ૭૭ જગ્યાઓ ભરવાની છે, જેમાંથી ૩૦ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. ફ્રેન્ચાઇઝી સ્ટાર્ક, હેડ અને રવિન્દ્ર પર મોટી બોલી લગાવી શકે છે, જેઓ તાજેતરના વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં હતા. જો સ્ટાર્કને ખરીદવામાં આવે છે, તો તે ૨૦૧૫ની સિઝનમાં આરસીબી માટે છેલ્લી વખત રમ્યા બાદ આઠ વર્ષ પછી આઇપીએલમાં પરત ફરશે. તેણે ૨૦૧૮ની હરાજીમાં પ્રવેશ કર્યો, જ્યાં તેને દ્ભદ્ભઇ દ્વારા ૯.૪ કરોડ રૂપિયામાં ખરીદાયો, પરંતુ ઈજાને કારણે તે સિઝનમાં ભાગ લઈ શક્યો નહીં. જો કે, સ્ટાર્ક આ વખતે આઈપીએલનો ઉપયોગ જૂનમાં યોજાનાર ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી તરીકે કરી રહ્યો છે.