રાજસ્થાન-હરિયાણામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ, ગોલ્ડી બ્રાર અને કાલા જાથેડી સાથે જોડાયેલા ૧૩ સ્થળો પર ઈડીના દરોડા

નવીદિલ્હી, ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના કનેક્શનના કેસમાં ઇડી ની એન્ટ્રી, અલગ અલગ એફઆઇઆરને યાનમાં લઈને મની લોન્ડરિંગની તપાસ શરૂકેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ ખાલિસ્તાની આતંકવાદીઓ અને તેમની સાથે સંકળાયેલા ગેંગસ્ટરો વચ્ચેના જોડાણના મામલામાં પ્રવેશ કર્યો છે. તપાસ એજન્સી ઇડી હાલમાં રાજસ્થાન અને હરિયાણામાં ૧૩ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. સૂત્રો મુજબ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ અને કાલા જાથેદી અને તેના સાગરિતો સાથે જોડાયેલા સ્થળો પર સર્ચ કરાયું છે.

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ અને કાલા જાથેદીના ઘણા સાગરિતો ખાલિસ્તાની સમર્થકો સાથે સંબંધ ધરાવે છે. મની લોન્ડરિંગ સાથેના તેના કનેક્શનનો પર્દાફાશ કરવા તેની સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એનઆઈએ અને ઘણા રાજ્યોની પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆરને ધ્યાનમાં લઈને, આ ગેંગસ્ટરો વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ઇડી ગોલ્ડી બ્રારના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળો પર પણ સર્ચ કરી રહી છે.

ઇડીએ જાણવા માટે તેની તપાસ શરૂ કરી છે કે ગેંગસ્ટરો મની લોન્ડરિંગમાં કેવી રીતે સંડોવાયેલા છે અને તેઓ તેમની પ્રવૃત્તિઓ માટે ગેરકાયદેસર ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરે છે. કેવી રીતે ડ્રગ મની ભારત બહાર વિદેશમાં મોકલવામાં આવે છે.