૭૦ વર્ષની જનેતાના નિધન બાદ દીકરાની હેવાનિયત, બે દિવસ સુધી મૃતદેહ સાથે બળાત્કાર કર્યો

ઇન્દોર, મધ્ય પ્રદેશના ઈંદૌરમાં સંબંધો અને માનવતાને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં ૭૦ વર્ષની મહિલાના મૃતદેહની સાથે દિકરા દ્વારા દુષ્કર્મ કરવા પર કેસ નોંધવામાં આવ્યો છે. હેવાન દિકરા પર એક સાર્વજનિક જગ્યા પર કથિત રીતે દુષ્કર્મ કરવાનો વીડિયો સામે આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે મૃત મહિલાના દિકરાએ તેના મૃતદેહ સાથે બે દિવસ સુધી દુષ્કર્મ કર્યું. ઘટના સામે આવ્યા બાદ પોલીસે દિકરાને મેડિકલ તપાસ માટે મોકલી દીધો છે.

આ મામલા પર જાણકારી આપતા પલાસિયા પોલીસ સ્ટેશનના પ્રભારી જગદીશ પ્રસાદ જમરેએ જણાવ્યું કે ૨૨ વર્ષના યુવકે મોટી ગ્વાલટોલી વિસ્તારની એક ગલીમાં પોતાની ૭૦ વર્ષની માતાના મૃતદેહ સાથે એક અને બે ડિસેમ્બર વખતે રાત્રે કથિત રીતે દુષ્કર્મ કર્યું. ઘટનાની જાણકારી મળવા પર જ્યારે પોલિસ આરોપીની પાસે પહોંચી તો ખબર પડી કે તે માનસિક રીતે કમજોર છે.ઘટનાની તપાસ કરતા પોલીસે જણાવ્યું કે પાંસળીઓ અને ફેફસાની બીમારીના કારણે શ્ર્વાસ લેવામાં મુશ્કેલી થવાના કારણે વૃદ્ધાને શાસકીય મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

તેમનો દિકરો મોત બાદ તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી લઈને નિકળી ગયો. અધિકારીએ જણાવ્યું કે વૃદ્ધાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આરોપીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે અને તેની હાલ ધરપકડ નથી કરવામાં આવી.