શહેરા તાલુકાના ખાંડીયા ગામે સંકલ્પ યાત્રાના રથનું ઉમંગભેર સ્વાગત કરતા ગ્રામજનો

  • વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

ગોધરા, વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જીલ્લાના 7 તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રાનો રથ શહેરા તાલુકાના ખાંડીયા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખાંડીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની 17 યોજનાઓ અંતર્ગત બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના પ્રદર્શન થકી લોકોને યોજનાકીય લાભો મેળવવા માહિતી અપાઈ હતી. ઉપસ્થિત લોકોએ સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા. આ તકે ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ તરફથી ટી.બી રોગનું સ્ક્રીનીંગ કરાયું હતું. આ સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. આ તકે લાભાર્થીઓએ ઘર આંગણે જ વિવિધ લાભ મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ યાત્રા દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન, જીલ્લા અગ્રણી જીજ્ઞેશભાઈ પાઠક, મગનભાઈ પટેલિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેન્જ ફોરેસ્ટ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.