નડિયાદ, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે નડિયાદ તાલુકાના પીપળાતા ગામે પહોંચી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષમાન કાર્ડ, આઈ.સી.ડી.એસ તરફથી સ્વસ્થ બાળ સ્પર્ધા ઇનામ અને કિશોરી પૂર્ણા કીટ, સ્વજલ ધારા યોજનામાં સરપંચને પ્રમાણપત્ર, ખેતીવાડી વિભાગ તરફથી સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં એનીમિયા તથા ટીબી નિદાન માટે નાસ્ટોલ, કિસાન કેડિટ કાર્ડ, દીનદયાળયોજના, ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ, પોષણ યોજના, વગેરે યોજનાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર, સાંસ્કૃતિક કાર્યક્રમ, કાર્યક્રમો યોજાયા હતા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવા શપથ લીધી હતી.
આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રાકૃતિક ખેતી યોજના તથા આયુષ્યમાન કાર્ડ, મિશન મંગલમ, પુર્ણા શક્તિના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
મેઘાબેન અલ્પેશભાઇ પટેલ, પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, નડિયાદ, તાલુકા પંચાયત સભ્ય, આયુશ મેડિકલ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા સરપંચ પીપળાતાના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પીપળાતા ગામના સરપંચ, અગ્રણીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.