સંતરામપુર, ગુજરાત સરકારનો પરિપત્ર કર્યા પછી પણ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની રખડતા પશુઓની માલિકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ગુજરાત સરકાર દ્વારા જીલ્લા અને તાલુકામાં રખડતા પશુઓને પાલિકા દ્વારા પકડી લેવા માટે અને રોડ ઉપર ફરવા નહીં દેવા માટેની વર્તમાન પત્રોમાં પાલિકા દ્વારા જાહેરનામુ આપ્યા પછી પણ આજ દિન સુધી અમલમાં કરવામાં આવેલ નથી. છેલ્લા ઘણા સમયથી સંતરામપુર નગરમાં ફરીથી રખડતા પશુઓ હોય નગરના અલગ અલગ વિસ્તારોમાં અઢીંગો જમાવીને રસ્તાની વચ્ચે જમાવટ કરી દે છે અને કેટલીક વાર આ રખડતા પશુઓ તોફાની બને એટલે પસાર થતા રાહદારી પર નાની મોટી ઇજા પહોંચાડતા હોય છે. જ્યારે સ્થાનિક રીતોના ઘર આંગણે નાના મોટા વાહનો પાર્કિંગ કરેલા હોય તો તેને પાડી દે અને નુકસાન કરે છે. જ્યારે બીજી બાજુ દુકાનદારના વેપારીને ત્યાં ગ્રાહક સામાન લેવા હોય ત્યારે વાહનો મુકેલા હોય તો તોફાની બનેલા વાહનો પાડી દેખી અને નુકસાન પહોંચાડે છે. સંતરામપુરમાં ચારથી પાંચ દિવસથી સતત નગરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા પશુઓનો ટોળું ભારે આંતક મચાવેલો છે. જ્યારે કેટલીકવાર રોડની વચ્ચોવચ અડીંગો જમાવીને ઊભા થઈ જાય અને બેસી જાય તો કલાક સુધી ટ્રાફિકજામ થતી હોય છે અને હોર્ન વગાડી વગાડીને થાકી જાય તેમ છતાંય રોડની વચ્ચેથી ખસવા તૈયાર હોતા નથી અને આખો રોડનો બગાડ પણ કરી મૂકે છે તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. ગુજરાત સરકાર દ્વારા રખડતા પશુઓની ડબ્બામાં પૂરી મુકવા માટે અને માલિકોની રસ્તા ઉપર ખુલ્લામાં છોડવા નહીં તેવી માલિકો સામે જાહેરનામુ કર્યા પછી પણ આજે સુધી અમલમાં કરવામાં આવેલ નથી. ગુજરાત સરકારના પરિપત્રોને અને નગરપાલિકાના જાહેરનામુંને પણ રખડતા પશુઓના માલિકો ઘોડીની પી ગયા છે. રખડતા પશુઓની બંધ કરવામાં આવે સ્થાનિક લોકોમાં તેની માંગણી ઉભી થયેલી છે.