પાલનપુર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચાલતી સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી ૧૦ વિદ્યાર્થીની ઓને રાત્રિના ભોજન બાદ ફૂડ પોઝિશનિંગની અસર થતા તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.નસગની વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની અંદર ચાલતા મેસમાં રાત્રિ દરમિયાન ભોજન કર્યા બાદ તેમને ઝાડા ઉલટી અને તાવ આવવાનો શરૂ થયો હતો જે બાદ તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જોકે દસમાંથી એકની તબિયતનો સુધારો થતાં તેને હોસ્ટેલ ખાતે મોકલવામાં આવતી.જ્યારે નવ વિદ્યાર્થીનીઓની હોસ્પિટલ ખાતે સારવાર હાલમાં ચાલુ છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાની સરકારી નર્સરી કોલેજની ૧૦ વિદ્યાર્થીની ઓને ફૂડ પોઈઝનિંગની થયું હોવાની જાણકારી મળી છે. વિદ્યાર્થીની ઓએ ગઈકાલે રાત્રે હોસ્ટેલની અંદર બનેલું ભોજન ખાવામાં લીધું હતું. જેના પછી અચાનક તેમની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ભોજનમાં બટાકાનું શાક અને રોટલી, ખીચડી અને કઢીનું મેનુ સામેલ હતું. ત્યારબાદ સવારે તેમને તાવ-વોમિટ અને ડાયહેરિયાની તકલીફો થવા માંડી હતી. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરીને તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી હતી. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ ૯ વિદ્યાર્થીની ઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે.
બનાસકાંઠા પહેલા ગત ઓગસ્ટ મહિનામાં આવી જ ઘટના વડોદરામાં જોવા મળી હતી જેમાં શહેરના દરજીપુરા ખાતે આવેલી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અનુસૂચિત જાતિની વિદ્યાર્થીની ઓ માટેની આદર્શ નિવાસી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અને તેના પગલે ૧૨ જેટલી વિદ્યાર્થીની ઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થીની ઓ ડરી ગઈ હોવાથી પોતાના ઘરે પાછી જતી રહી હતી. કેટલાક વાલીઓ સ્કૂલમાં તપાસ કરવા પહોંચ્યા હતા અને તેમણે જાતે હોસ્ટેલમાં સડેલા શાકભાજી તથા અન્ય હલકી ગુણવત્તાવાળા અનાજનો જથ્થો જોયો હતો. આ પછી વાલીઓએ વોર્ડન બદલવાની તથા ભોજન પૂરું પાડતી એજન્સીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.