
વિક્કી કૌશલ સ્ટારર સેમ બહાદુર રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મ ઈન્ડિયન આર્મીના ફીલ્ડ માર્શલ રહી ચુકેલા સેમ માનેર્ક્શોના જીવન પર બેસ્ડ છે. આ બોયોપિકમાં વિક્કીએ સંપૂર્ણ ડેડિકેશનની સાથે સેમનું પાત્ર નિભાવ્યું છે. તેમની એક્ટિંગ જોઈને દરેક લોકો તેમના ફેન થઈ ગયા છે.
ત્યાં જ હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ વિક્કીના ફેન થઈ ગયા છે. ક્રિકેટર તેમની એક્ટિંગથી ખૂબ જ ઈમ્પ્રેસ જોવા મળી રહ્યા છે. વિક્કીએ હાલમાં જ એક પોસ્ટ કરી સચિનને ધન્યવાદ પાઠવ્યો છે. એક્ટરે ક્રિકેટરની સાથે એક ફોટો શેર કર્યો છે.
વિક્કીએ લખ્યું- મારા બાળપણના હીરોએ મારી ફિલ્મ જોઈએ. હું ઠી છું. ધન્યવાદ સચિન સર. તમારા શબ્દો નો. હું તેને હંમેશા સંભાળીને રાખીશ. વિક્કીની આ પોસ્ટથી તેમનું એક્સાઈટમેન્ટ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ફેંસ પણ આ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
સેમની સ્ક્રીનિંગ જોયા બાદ સચિને વિક્કીના ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું ખૂબ જ સારી ફિલ્મ છે. વિક્કીની એક્ટિંગથી ઈન્પ્રેસ્ડ થયો છું. ફિલ્મ જોઈને એવુ લાગ્યું કે હકીકતે ફિલ્ડ માર્શલ સેમ માનેકશૉ આપણી સામે છે. બોડી લેંગ્વેજ કમાલની હતી. આપણા દેશની હિસ્ટ્રી જાણવા માટે બિલકુલ હું કહીશ કે આ ફિલ્મ જોવી જોઈએ. હું કહીશ કે ખૂબ જ ઈમ્પોટન્ટ છે આ ફિલ્મ બધી જનરેશન માટે.