મોદીની ગેરંટીવાળી રથ યાત્રા’માં સરકારની અનેકવિધ યોજનાનો લાભ મળે છે, તેની ગેરંટી છે કૃષિ અને પંચાયત મંત્રી

  • મંત્રી અને મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો અને લાભોનું વિતરણ.

દાહોદ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી લાભ પહોચે તેવા આશયથી દેવગઢબારિયા તાલુકાના રૂવાબારી મુવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, આઝાદીના લડવૈયા ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડ રાજ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા આજે રૂવાબરી ગામે આવી પહોચી છે. દરેક ગામમાં મિશન મોડમાં જઈ પ્રત્યેક ગરીબ અને વંચિત વ્યક્તિને સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. પોતાની આગવી અદાથી ‘મોદી હે તો મુમકિન હૈ’ કહી સૌને ‘મોદીની ગેરંટીવાળી રથ યાત્રા’માં સરકારની અનેકવિધ યોજનાનો લાભ મળે છે, તેની ગેરંટી છે. એમ જણાવ્યું હતું. તેમણે 6 હજારની ગેરંટી કિશાન સમૃધ્ધિ યોજનામાં, 108 એમ્બ્યુલન્સ, ખીલ ખીલાટ એમ્બ્યુલન્સ, ઉજ્જ્લા યોજનામાં ગેસ સિલિન્ડરની ગેરંટી, ડોકટર એન્જીનીયર બનવા ફ્રીશીપ કાર્ડ યોજનામાં 15 લાખની ગેરંટી એમ કહી તમામ યોજનાના લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આદિવાસીઓના ઉત્થાન માટે વિવિધ યોજનામાં મળતી સહાય અંગે જાણકારી આપી છેવાડાના માનવી સુધી વિકાસગાથા પહોચાડવાનું સરાહનિય કામ વર્તમાન સરકારે કર્યું છે એમ ઉમેર્યું હતું.

વધુમાં મંત્રી ખાબડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે, 2047 સુધી આપણો દેશ વિકસિત દેશોની હરોળમાં આવે. તેઓની પરિકલ્પનાને સાકાર કરવા સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે.

કાર્યક્રમમાં રૂવાબરી ગામની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કરી સૌનું મન મોહી લીધું હતું. દેવગઢબારિયા મામલતદાર સમીરભાઈ પટેલ દ્વારા મતદાર યાદી ઝુંબેશ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિષે સૌ ગ્રામજનોને લાભ લેવા માટે અપીલ કરી હતી. સાથે હાજર સૌએ મહાનુભાવએ અને ગ્રામજનો એ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાંને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.

આ પ્રસંગે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલીયા, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત સભ્યો, વિવિધ ગામના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી સહિત વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.