
દાહોદ,વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે સંજેલી તાલુકાના માંડલી ગામ ખાતે સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામજનોએ ઉમળકાભેર આવકારી હતી. આ પ્રસંગે ગ્રામજનો અને જીલ્લા પંચાયતના સભ્ય ઓ તાલુકા પંચાયતના સભ્ય ઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિશન સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્યગાથા રજૂ કરી હતી. તેમજ મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, પૂરક પોષણ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતાં. કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓના પ્રતિભાવ દર્શાવતી શોર્ટ ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી. ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાંને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ, આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.