સંતરામપુર તાલુકાના 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માત્ર પાંચ જ ડોક્ટર અને ત્રણ બોન્ડેડ પર

સંતરામપુર, સંતરામપુર તાલુકાના 143 ગામ વચ્ચે માત્ર પાંચ ડોકટર ગુજરાત સરકાર દ્વારા ગામડે ગામડે ઘર આંગણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર મળી રહે તેના હેતુથી ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવેલા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી સંતરામપુર તાલુકાના 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મહેકમ મુજબ અને નિયમ મુજબ 22 મેડિકલ ઓફિસર હોવા ફરજીયાત હોવા છતાં એ પરંતુ પાંચ મેડિકલ ઓફિસરના ભરોસે સંતરામપુર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય ચાલી રહેલો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ઉંમરના દાખલા માટે અને દર્દીને સારવાર કરવા માટે મેડિકલ ઓફિસર ના હોવાના કારણે તબીબ ન હોવાના કારણે દર્દીઓને કામગીરી થતી જ નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને તપાસ્યા વિના દવા ગોળી આપવી પડતી હોય છે. સંતરામપુર તાલુકાના 12 પીએસસી આવેલા છે. ખેડાપા, બટકવાડા, ઉખરેલી, ગોઠીબ, ગાડીયા, ઉમેર દોડી, વાંકડી, ચિતવા, સરસણ, ચુથાના મુવાડા, રામભેના મુવાડા આ તમામ પીએસસી પર પાંચ તબીબોને ચાર્જ સોંપવામાં આવેલો છે. આના કારણે સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સો ટકા સારવાર મળતી જ નથી અને સરકાર આની પાછળ દવા અને મેડિકલ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોય છે, પરંતુ ડોક્ટરના અભાવે સૌથી મોટી ગંભીર પરિસ્થિતિ ઉભી જોવા મળેલી આવેલી છે. ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં અને ક્લિનિકો પર સારવાર કરાવવા મજબૂર બનતા હોય છે અને આવી કાળજાળ મોંઘવારીમાં મોટા પ્રમાણમાં રકમ ચૂકવીને સારવાર કરાવતા હોય છે. જ્યારે બીજી બાજુ સંતરામપુર તાલુકામાં તાલુકા કચેરીમાં પીઓચો પણ ચાર્જમાં છે અને છેલ્લા એક વર્ષથી સંતરામપુર તાલુકા બ્લોક હેલ્થ કચેરીમાં ત્રણ ક્લાર્કની જગ્યા ખાલી જોવા મળેલી છે. આવી મેકઅપની જગ્યા ખાલી હોવાના કારણે મોટાભાગની કામગીરી પણ પૂર્ણ થતી નથી. એક વર્ષમાં બોન્ડેડ પર પાંચ તબીબોની નિમણૂક કરવામાં આવેલી હતી. તે પણ બે તબીબો કપાત પગાર ઉપર પ્રજા પર ઉતરી ગયા હતા.