પંચમહાલ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજની ગેરરીતિમાં 8 વ્યકિતઓ સામે પીબીએમની દરખાસ્ત કલેકટરે મંજુર કરતાં 4 વ્યકિતઓની અટકાયત કરી પાસા હેઠળ જેલમાં મોકલાયા

  • પાસા હેઠળ શહેરા પુરવઠા ગોડાઉન મેનેજર અને કાલોલ પુરવાઠ મેનેજરની સહિત ચારને પાસા હેઠળ જેલમાં મોકલાયા.
  • 4 વ્યકિતઓની પાસા હેઠળ ધરપકડની તજવીજ.
  • પંચમહાલ જીલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા 8 વ્યકિતઓ સામે પાસા હેઠળ કાર્યવાહીનો પ્રથમ બનાવ.

ગોધરા,પંચમહાલ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનોમાં અનાજની ગેરરીતિ સામે આવતાં 8 વ્યકિતઓ સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને દરખાસ્ત કરાઈ હતી. જીલ્લા મેજીસ્ટેટ (કલેકટર) દ્વારા પીબીએમનો હુકમ કરતાં 8 વ્યકિતઓ પૈકી 4 ની એલ.સી.બી.પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા.

પંચમહાલ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનો અને પુરવઠા વિભાગ ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કાલોલ તાલુકા અને શહેરા તાલુકા પુરવઠા ગોડાઉન ધોધંબા અને મોરવા(હ) તાલુકાના શહેરા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જીલ્લા પુરવઠા વિભાગની તપાસમાં શહેરા પુરવઠા ગોડાઉન, કાલોલ પુરવઠા ગોડાઉનમાં તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવી હતી. જ્યારે ધોધંબા, શહેરા, મોરવા(હ) તાલુકાની સરકારી સસ્તા અનાજની દુકાનોમાં તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવી હતી. જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ પુરવઠાની જાહેર સેવાની કામગીરીમાંં આચરેલ ગેરરીતિ આવનાર 8 વ્યકિતઓ સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવા માટે દરખાસ્ત કરાઈ હતી. જીલ્લા મેજીસ્ટેટ (કલેકટર) દ્વારા પીબીએમની દરખાસ્ત મંજુર કરી ધરપકડ કરવાનો હુકમ કરાયો હતો. જીલ્લા મેજીસ્ટેટ કલેકટર દ્વારા પીબીએમ (પાસા) હેઠળનો હુકમ કરવામાં આવતાં ગોધરા એલ.સી.બી.પોલીસ દ્વારા પાસા હેઠળ લક્ષ્મણભાઈ સોમાભાઇ પરમાર (શહેરા-ગોડાઉન મેનેજર), મહેશભાઈ રલિયાભાઇ રાઠવા (કાલોલ-ગોડાઉન મેનેજર), જીવનભાઇ બાબુભાઇ હરિજન (ધોધંબા-વાવાઝાબના દુકાન સંચાલક), મોરવા(હ) બિલવાણીયાના શોપ મેનેજર ગણપતભાઇ ગેમાભાઇ ડીંડોરની ધરપકડ કરવામાં આવી હતી. જાહેર સેવાની કામગીરીમાં આચરેલ ગેરરીતિમાં પાસા હેઠળ ધરપકડ કરાયેલ ચાર વ્યકિતઓને પોલીસ જાપ્તા હેઠળ કચ્છ-ભૂજ, જામનગર, જુનાગઢ, ભાવનગર જેલમાંં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 વ્યકિતઓને પીબીએમ હેઠળ એલ.સી.બી. દ્વારા ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

પીબીએમ હેઠળ ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિ ઓમાં ….

(1) લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમાર, શહેરા-ગોડાઉન મેનેજર.

(2) મહેશભાઈ રલિયા ભાઈ રાઠવા, કાલોલ-ગોડાઉન મેનેજર.

(3) જીવનભાઈ બાબુભાઈ હરિજન, પરવાનેદાર વાવઝાબ, ઘોઘંબા.

(4) ગણપતભાઈ ગેમાભાઈ ડીંડોરનો સમાવેશ, શોપ મેનેજર બિલવાણીયા, મોરવા હડફ.