મોરવા(હ), મોરવા(હ) તાલુકાના વંદેલી ગામે રહેતા આરોપીને પત્નીએ કમાવા માટે કહેતા આરોપીએ સાડી વડે ગળું દબાવી હત્યા કરી આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે નોંધાયેલ આ ગુન્હામાં આરોપીએ રેગ્યુલર જામીન માટે કરેલ અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજુર કરાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ)ના વંદેલી ગામે રહેતા આરોપી ગુલાબભાઇ રામાભાઇ ડામોર એ તા.14/02/2023ના રોજ તેમની પત્ની ઉષાબેન અને નાનો છોકરો ખાટલામાં સુતા હતા અને આરોપી ગુલાબભાઇ ડામોરને મંજુર અને કામ ધંધો કરી કમાવા માટે કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ઉષાબેનનું સાડી વડે ગળુંં દબાવી હત્યા કરી હતી. હત્યાના ગુનામાં ગુલાબભાઇ ડામોર જયુડિશીયલ કસ્ટડીમાં હોય આરોપી દ્વારા ચોથા એડી.જજ પી.એ.માલવાીયાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરનીં દલીલો ધ્યાને રાખી જામની અરજી નામંજુર કરાઈ છે.